રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ને બાય બાય કરીને 8 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા બાદ ભાજપ ને સમર્થન કર્યા પછી ના ઘટનાક્રમ માં પાંચ પૂર્વ ધારાસભ્યો સત્તાવાર રીતે ભાજપ નો કેસ ધારણ કરી લીધો છે અને આ પૂર્વ ધારાસભ્યો હવે પેટા ચૂંટણીમાં ટીકિટ માટે હવે સચિવાલયમાં મંત્રીઓની ચેમ્બરમાં આંટાફેરા મારી રહ્યા છે.
ચર્ચાતી વાતો મુજબ ભાજપમાં જોડાવા છતાં ચારથી પાંચ પૂર્વ ધારાસભ્યોને ટીકિટ મળવા ના કોઈજ ચાન્સ નથી તેમછતાં તેઓ કોઇને કોઇ કામ લઇને લોબીંગ કરવા માટે મંત્રીઓને ખુશ કરવા સચિવાલયમાં દેખાઈ રહ્યા છે. હાલમાં પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમાભાઇ પટેલ અને જે.વી.કાકડીયા પોત પોતાની રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હોવાની વાત છે. પ્રવિણ મારૂના રાજીનામાથી ગઢડા બેઠક ખાલી પડી છે ત્યારે આ બેઠક ઉપર વર્ષ 2017ની ચૂંટણીમાં હારી ગયેલા પૂર્વ મંત્રી આત્મારામ પરમારે પણ ટીકિટ માટે લોબીંગ શરૂ કરી દીધું છે.
બીજી તરફ સચિવાલય સહિતની સરકારી કચેરીઓમાં હજુ 31 જુલાઇ સુધી અરજદારો માટે પ્રવેશ પ્રતિબંધિત રાખવામાં આવ્યો છે. ત્યારે રાજકારણીઓ નો અડ્ડો ગણાતા ગાંધીનગર માં નેતાઓ પાછા જનતા ના વોટ લેવા માટે ટિકિટ થી લઈ અન્ય રમતો માટે નું મનોમંથન કરતા નજરે પડી રહ્યા છે.
