ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ હવે આકરા પાણીએ છે અને ભાજપ ના કેટલાક બે ખૌફ બનેલા ભાજપના હોદ્દેદારોને સસ્પેન્ડ કરી દેતા ગુજરાત ભાજપ માં સોપો પડી ગયો છે.
ગુજરાત ભાજપ પ્રમુખ પાટીલે નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરનાર નગરપાલિકાના 38 સભ્યોને સસ્પેન્ડ કરી દઈ તેઓને આડકતરી રીતે જણાવી દીધું છે કે તમારી ભક્તિ હવે ચાલવાની નથી. જેઓ ને સસ્પેન્ડ કરાયા છે તેવા ભાજપી હોદ્દેદારો માં હારીજમાંથી 4, ખેડબ્રહ્મામાંથી 2, થરાદમાંથી 3 હોદ્દેદારો અને રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી 14, રાપરમાંથી 13 અને તળાજામાંથી 2 હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા હોવાની વિગતો સામે આવી છે.
