ગુજરાત ભાજપ માં સંગઠન ના નવા સુકાની સીઆર આવ્યા બાદ જાણે હવે અંદરોઅંદર ની નારાજગી બહાર આવી રહી છે અને ગુજરાત ભાજપ માં હવે અસંતોષ નજરે પડી રહયો છે ત્યારે અમદાવાદ ના અમરાઈવાડી વિસ્તાર ના ભાજપના ધારાસભ્ય જગદીશ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખાસ એક પત્ર લખી આડકતરી રીતે વિરોધ ના સુર માં લખ્યું છે કે, અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ થવા બદલ શુભકામના ! આ પ્રકાર ના અહેવાલો એ ભારે ચકચાર જગાવી છે, સાચી વાત તો એ છે કે કેટલાંય વર્ષોથી મેટ્રો પ્રોજેક્ટ ગોકળ ગાય ગતિએ ચાલી રહ્યો છે અને કામ માં વિલંબ થઈ રહ્યો છે. આથી ધારાસભ્યે ટોણો મારી પોતાની નારાજગી જાહેર કરી હોવાનું મનાય રહ્યું છે.
અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલે પત્રમાં એમ પણ લખ્યું છે કે, પશ્ચિમ અમદાવાદના મોટા ભાગનો મેટ્રો રેલમાં સમાવેશ થાય છે. એ વાત જગજાહેર છે કે જગદીશ પટેલ આનંદીબેન જૂથના ગણાય છે અને તેમને ટિકિટ રૂપાણીની મરજી વિરુદ્ધ મળી હતી તેવી પણ ચર્ચાઓ ઉઠી છે. તેમને હરાવવા ભાજપના જ કેટલાક લોકોએ પ્રયત્ન કર્યાં હતા પણ તેઓ માંડ માંડ જીત્યા હોવાનું પણ કહેવાય છે, આમ સીઆર પાટીલ આવતા ગુજરાત ના ભાજપ માં અંદરોઅંદર કચવાટ ની વાતો બાદ રૂપાણી સરકાર ના કામ થી નારાજ પટેલ ના પત્ર એ ચર્ચા જગાવી છે જેમાં જણાવ્યા મુજબ અમદાવાદ ના મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ થતો નથી પણ તે પૂરો થયો છે તે આનંદની વાત છે તેમ કહ્યું અને સાથે પોતે પૂર્વ અમદાવાદના ધારાસભ્ય છે અને પશ્ચિમ અમદાવાદનો મોટો ભાગ આ પ્રોજેક્ટમાં આવરી લેવાયો છે. આથી પૂર્વને ખાસ કવરેજ મળ્યું નથી તે પણ હકીકત હોવાનું કહેવાય છે આમ આ મેટર ચર્ચાનો વિષય બની છે ત્યારે મુખ્યમંત્રી આ બાબતે શુ રીપ્લાય આપે છે તેના ઉપર સબંધિતો ની મીટ મંડાઈ છે.
