કોરોનાકાળની થપાટ હોય કે મોંઘવારીનું મહાકાય મોજું નાના મધ્યમ ધંધો કરતા લોકોની હાલત કફોડી બની છે ત્યારે રાજ્ય સરકારને નાના ફેરીયાઓની ખુબજ ચિંતા થઈ આવતા આજે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ શેરી ફેરીયાઓને 263 કરોડની સહાયની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વનિધિ યોજનાની શરૂઆત કરાઈ છે અને આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હતી, આ યોજનાના પ્રથમ તબક્કે અરજદારને 10 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે. આ 9 ટકા સહાય ધિરાણ રૂપી બની રહેશે અને જેમાં કેન્દ્ર સરકાર 7 ટકા રકમ ભરશે અને અરજદાર 2 ટકા ભરવાની રહેશે. જો અરજદાર સમયસર ધિરાણની રકમ પૂર્ણ કરશે ત્યારે બીજા તબક્કામાં 20 હજાર અને ત્યારબાદ ત્રીજા તબક્કામાં 50 હજાર રૂપિયાની સહાય 9 ટકાના ધોરણે કરવામાં આવશે.
ગુજરાતમાં નાનો ધંધો-વ્યવસાય કરતા ૨ લાખ ૩૫ હજાર શેરી ફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના ભાગરૂપે રૂ. ૨૬૩ કરોડની સહાય નક્કી કરવામાં આવતા આજે મુખ્યમંત્રીના હસ્તે મહાત્મા મંદિર ખાતે પી.એમ. સ્વનિધિ ઉત્સવ અંતર્ગત ૨૬ શેરી ફેરિયાઓને કુલ ૬ લાખ ૧૦ હજારની લોન-ધિરાણના ચેક વિતરણ કરવામાં આવતા લઘુ ધંધાર્થીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે.
આમ,ભાજપે પણ નાના ફેરિયાઓ માટે સહાય કરી તેઓને આર્થિક મદદ કરતા ફેરિયાઓ રાજી થયા છે.