રાજ્યસભા ની ચૂંટણી માં ખરીદ વેચાણ ની શરૂ થયેલી રાજરમત વચ્ચે વડોદરાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત અન્ય ત્રણ ધારાસભ્યના રાજીનામાની અટકળો ચાલી રહી છે. કોંગ્રેસના આ ચારેય ધારાસભ્યની રાજીનામાની ચર્ચાઓ વચ્ચે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરી રાજ્ય સરકાર પર નિશાન તાકી ને ખરીદવા ના આક્ષેપ કર્યા છે.
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને સરકાર ને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.તેઓએ અક્ષય પટેલે રાજીનામું આપ્યું હોવાની વાત વચ્ચે ધાનાણીએ ટ્વીટમાં લખ્યુ છે કે, શું હવે “ધમણ” ની કમાણીથી ધારાસભ્યોને ખરીદવાનું શરૂ થયું છે કે શું ?
આમ હવે ચૂંટણી અગાઉ ફરીએકવાર રાજકારણ માં ઊથલપાથલ મચી છે અને ભાજપ દ્વારા ખરીદવા નું કામ શરૂ કરાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
