આજે ભારત બંધ ના એલાન ને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને 144 મી કલમ પણ લાગુ કરાઈ છે ત્યારે જ ગુજરાત માં આંદોલન ની અસર જોવા મળી રહી છે અને હાઇવે ઉપર ટાયરો સળગાવવા જેવી ઘટના સાથે જ વાહન વ્યવહાર રોકી દેવાતાં તંત્ર દોડતું થઈ ગયું છે.
આજે ઓલ ઈન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષો એ પણ પોતાનુ સમર્થન જાહેર કર્યું છે. ત્યારે આજે ગુજરાતમાં પણ ભારત બંધના સમર્થનમાં વડોદરામાં ટાયરો સળગાવી દેખાવો કરવામાં આવ્યા હોવાની ઘટનાઓ પ્રકાશ માં આવી છે.
મળતા અહેવાલો મુજબ ભરૂચ અને દહેજ વચ્ચેના હાઈવે પર અજાણ્યા શખ્સોએ ટાયરો સળગાવીને ટ્રાફિકજામ કર્યો હતો. જોકે, ટાયરો કોણે સળગાવ્યાએ વાત જાણી શકાઈ નથી.
જોકે,રાજ્ય માં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસઆરપી સહિત નો બંદોબસ્ત ગોઠવાયો હોવાછતાં પણ હાઇવે ઉપર દેખાવો જોવા મળી રહ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ ભારત બંધના સમર્થનમાં વડોદરામાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેને પગલે વડોદરા નજીક નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજથી તરસાલી તરફના હાઈવે પર કોંગ્રેસે ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો. જેના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હોવાની વિગતો જાણવા મળી છે.
