ભારત માં કોરોના ની હાડમારી ચાલુ રહેતા અનેક લોકો ના મોત થઈ ગયા છે અને આર્થિક પાયમાલ થઈ ગયા છે અને કોરોના નો કહેર હજુપણ યથાવત છે ત્યારે કોરોના ની રસી ભારત માં તૈયાર થઈ છે અને તેનું પરિક્ષણ ચાલુ થતા કોરોના સામે રક્ષણ મળવાની આશા બંધાઈ છે.વિગતો મુજબ બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ, હૈદરાબાદ ખાતે હાલ કોરોના સામે લડત આપે તેવી રસી કોવેક્સિન-TM નામની રસી તૈયાર થઈ ગઈ છે અને હાલમાં તેનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને તેમાં આ કંપનીએ વિવિધ રાજ્યોમાં તેનું બહોળા પ્રમાણમાં પરીક્ષણ થઇ શકે તેથી જે-તે રાજ્યોની સરકારો પાસે ટ્રાયલ ની પરમિશન માંગી હતી. ગુજરાત સરકારે પણ હાલ આ રસીના પરિક્ષણ માટે રાજ્યની પાંચ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં આ ટ્રાયલ શરુ કરવા પરવાનગી આપી દેતા હવે કોરોના ની રસી ગુજરાત માં પણ આવી ચૂકી છે.
રાજ્યના આરોગ્ય ના સૂત્રો એ જણાવ્યું કે આ કંપની દેશ માં મોટા પાયે પરિક્ષણ કરવા માંગતી હોઇ તેણે ગુજરાત સરકારનો સંપર્ક કરતા સરકારે હાલ પાંચ મેડિકલ કોલેજ સંલગ્ન સંસ્થાઓમાં ટ્રાયલ માટેની મંજૂરી આપી છે. આ પરિક્ષણ કોરોના દર્દી નહીં પરંતુ સ્વસ્થ વ્યક્તિ પર કરવાનું રહેશે. જેના શરીરમાં પહેલાં કોરોના વાઇરસ દાખલ કર્યા બાદ તેના પર રસીની અસરો અંગે ચકાસણી થશે. જેથી પરિક્ષણમાં જનારી વ્યક્તિની મંજૂરી લેવાનું પણ જરૂરી રહેશે, પરંતુ પૂરતી ચકાસણી અને વ્યવસ્થા સાથે જ આ પરિક્ષણ થશે, જેથી કોઇનું સ્વાસ્થ્ય જોખમાય નહીં.
અમદાવાદ માં પણ આ હોસ્પિટલમાં રસી ની ટ્રાયલ ચાલુ કરવામાં આવી છે જેમાં બી જે મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ સંકુલ, અમદાવાદ,
જીએમઇઆરએસ સંલગ્ન મેડિકલ કોલેજ, સોલા, અમદાવાદ
જીએમઇઆરએસ સંલગ્ન મેડિકલ કોલેજ,ગાંધીનગર સિવિલ હોસ્પિટલ
ડૉ. એમ કે શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, ચાંદખેડા
એસજીવીપી સંલગ્ન મેડિકલ કોલેજ, અમદાવાદ નો સમાવેશ થાય છે.
