કોરોના વિફર્યો છે અનેક લોકો ના મોત થઈ ચૂક્યા છે સાચો આંકડો ખુબજ મોટો છે હાલ એક્ટિવ કેસનો આંકડો 22 હજારને પાર થઈ ચૂકયો છે. ખુબજ કટોકટ સ્થિતિ માં હવે કોરોના ની સ્થિતિ ને ધ્યાનમાં લઈને ચૂંટણીપંચે ગાંધીનગર મનપાની ચૂંટણી એક મહિના માટે પાછળ ઠેલી દીધી છે.
જાણકાર સૂત્રો ના મતે હાલ માં વકરેલો નવો વાયરસ ફેલાવવાની ગતિ 6 ગણી વધુ છે જેથી અગાઉ કરતા મહામારી વધી છે.
હાલ નોંધાઇ રહેલા સરેરાશ ત્રણ હજાર થી વધુ કેસો નો આંક વધશે અને દૈનિક કેસ 7 હજારની આસપાસ પહોંચશે પછી જ નવા કેસમાં ઘટાડો થવાની શક્યતા જાણકાર સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. સંક્રમણમાં ફેલાવો ઘટવામાં હજુ 15 દિવસથી 1 મહિના સુધીનો સમય લાગી શકે છે. નવા વાયરસના સંક્રમણના ફેલાવાની ગતિ ગત વર્ષ કરતા ચારથી છ ગણી વધારે છે. સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના કેસ ખૂબ વધી રહ્યાં છે, પરંતુ આ કેસ સતત વધતાં રહેશે અને તેનો પિક આવ્યો છે એવું માની શકાય નહીં. જ્યાં સુધી દેશમાં દૈનિક નોંધાતા કોરોનાના નવા કેસની સંખ્યા 2 લાખ સુધી ન પહોંચે ત્યાં સુધી કેસ વધી શકે છે.
હાલ ભારતમાં દૈનિક સંક્રમણનો આંકડો 1.30 લાખની આસપાસ છે, એટલે હજુ પીક આવતાં લગભગ પંદર દિવસથી એક માસનો સમય લાગી શકે છે. એ પછી કોરોનાના કેસની વૃદ્ધિનો ગ્રાફ સ્થિર થશે અને થોડા સમય આ જળવાયા પછી કોરોનાના કેસમાં ઘટાડો આવી શકે. આથી આ એપ્રિલ અને મે મહિનાના પ્રથમ સપ્તાહ સુધીનો સમયગાળો કટોકટી જેવો રહેવાની સંભાવના ના જોતા લોકો એ જાતેજ જાગૃત થવું પડશે.