રાજ્યના સીએમ વિજય રૂપાણીએ જામનગરના સંચાણામાં શિપ બ્રેકીંગ યાર્ડની મંજૂરી આપતા અહીં ચાલી રહેલા વિવાદ નો અંત આવ્યો છે સાથેજ ભાવનગર ના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ બાદ જામનગરમાં આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ મુજબનું આ બીજું યાર્ડ હશે.આ શિપ બ્રેકિંગ યાર્ડ કાર્યરત થતા જામનગર જિલ્લા અને સચાણા આસપાસના વિસ્તારોમાં હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થવાની આશા બંધાઈ છે.
વિગતો મુજબ સચાણાની જમીનની હદ અંગે નો વિવાદ ચાલતો હતો જે મામલે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરાય હતી અને તેનો આ રીતે અંત લાવવામાં આવ્યો છે અને 2012થી બંધ પડેલું સચાણાનું શિપ બ્રેકિંગ યાર્ડ પુનઃ ચાલુ થશે,વિશ્વના મેરી ટાઇમ અને શિપ બ્રેકિંગ શિપ રીસાયકલિંગ મેપ માં સચાણા નું પણ સ્થાન આપવામાં આવનાર છે આમ આજે આ ગુજરાત માટે મોટી ખબર હોય સ્થાનિકો માં ખુશી ની લાગણી ફેલાઇ છે.
