ભાવનગર ના દાતા સ્વ.શ્રી રસીક લાલ હેમાણી મૃત્યુ બાદ તેઓના દેહ નું દાન કરવામાં આવ્યું હતું.રેડક્રોસ સોસાયટી ભાવનગર ના હેમાણી પરિવારના સેવાના ભેખધારી એવા સ્વ.શ્રી રસીકલાલ હેમાણીનું અવસાન થતા દેહદાન કરાયું હતું,ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ દિલ્હીની વિવિધ સંસ્થાઓમાં અથાગ યોગદાન આપનારે છેલ્લે પોતાના દેહનુ પણ દાન કરી સમાજને નવો રાહ દેખાડ્યો છે.રેડક્રોસની અનેકવિધ સેવાકીય પ્રવૃતિમાં તેમજ ચક્ષુદાન અને દેહદાન વિભાગમાં અવિરત સ્વ.રસીકલાલ હેમાણી પરિવારનો સહયોગ રહ્યો છે, રેડક્રોસ ભવન ભાવનગર ખાતે ઘણા વર્ષોથી ખાસ શ્રી પન્નાબેન રસીકલાલ હેમાણી ચક્ષુદાન-દેહદાન વિભાગ ચલાવવામાં આવે છે. આ વિભાગ જેના નામ હેઠળ ચાલે છે એ જ પરિવારના સ્વ. રસીકલાલ હેમાણીનું તારીખ ૬/૧/૨૦૨૧ ના રોજ દુખદ અવસાન થતાં તેમની અને તેમના પરિવારની ઇચ્છા અનુસાર તેઓએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જીલ્લા શાખાને દેહદાન કરી આપેલ છે અને ભાવનગર રેડક્રોસ દ્વારા તેમના દેહને તબીબી ક્ષેત્રે અભ્યાસ માટે માન અને સન્માન સાથે સરકારી મેડિકલ કોલેજ ભાવનગરને મોકલી આપેલ છે.
સ્વ.રસીકલાલ હેમાણી જેઓ ખુબજ સાદુ અને સરળ જીવન જીવનાર અને ભાવનગર રેડક્રોસ સહિત અનેક સામાજિક અને આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા, વિનય વિહાર કેળવણી મંડળ વાળુકડ, તાપીબાઇ વિકાસગૃહ, કલાક્ષેત્ર ભાવનગર, શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર, શ્રી.આર.ડી.જી. સ્ત્રી કેળવણી મંદિર, સ્વદિપ વિકાસ સંસ્થા દિલ્હી, ચરોતર આરોગ્ય મંડળ, જગદીપ વિરાણી ફાઉંડેશન, કે.ઇ.ટી.એસ. સાઈન્ટીફિક રિસર્ચ સેન્ટર મુંબઈ, આઇ.ટી.આઇ.મુંબઈ, શ્રી દિલ્હી ગુજરાતી સમાજ, સેવાભારતી દિલ્હી, શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉંડેશન, ઘરશાળા સંસ્થા, ભાવનગર મહિલા સંઘ, આનંદવાટીકા ભગિની મંડળ, શ્રી. ગ્રામ સ્વરાજસંઘ કચ્છ, મોંઘીબહેન જલવિહાર ટ્રસ્ટ, ચિંચણીતારાપુર એજ્યુકેશન સોસાયટી મહારાષ્ટ્ર, પી.એન.આર સોસાયટી, બહેરામુંગા સ્કુલ, ધરમપાલ સત્યપાલ ફાઉંડેશન દિલ્હી તેમજ અનેક નામી અનામી સંસ્થાઓમાં સક્રિયતાથી જોડાઈને આર્થિક અનુદાન આપી એક ખરા અર્થમાં સમાજસેવક રહી ચુક્યા છે. રસિકભાઈ હેમાણી ની સેવાઓ થી તેમણે અનેક સંસ્થાઓ ને મદદ કરી હતી અને સેવાઓ નો વ્યાપ વધારવા માટે સતત માર્ગદર્શન કરતા હતા.
આજે આવા સમાજ સેવકના આકસ્મિક દુખદ અવસાનથી ભાવનગર અને સમગ્ર ગુજરાતને એક મોટી ખોટ પડી છે, તેમજ છેલ્લે પોતાના દેહનુ પણ દાન કરનાર પરમ સેવાભાવી વ્યક્તિને શ્રદ્ધાંજલી પાઠવવા અનેક સંસ્થાઓના પ્રતિનીધિઓ, ડોક્ટરશ્રીઓ તથા ભાવનગર રેડક્રોસના ડો.મિલનભાઈ દવે (ચેરમેનશ્રી), શ્રી.સુમિતભાઇ ઠક્કર (વાઇસ ચેરમેન), વર્ષાબેન લાલાણી (સેક્રેટરીશ્રી), શ્રી.રોહિતભાઈ ભંડેરી (સહ ખજાનચી), ડો.કાર્તિકભાઇ દવે અને અન્ય કારોબારી સભ્યો ઉપસ્થિત રહયા હતા, તેમજ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
