ભુજ ખાતે આવેલી ધ મુસ્લિમ એજયુકેશન એન્ડ વેલફેર સોસાયટીના વહીવટ સામે ટ્રસ્ટીઓના ગેરવહીવટ અંગે ફરિયાદો ઉઠી રહી છે અને તે અંગે તપાસ માટે માંગ ઉઠી છે,ભુજ પોલીસ વડાની કચેરી સહિત ભુજ સીટી પોલીસ મથકમાં ફરીયાદ અરજી કરી આ પ્રકરણમાં તપાસ માટે માંગ થતા કૌભાંડ આચરનારા ફફડી ઉઠ્યા છે, સંસ્થાના વહીવટ અંગે કેટલાક સવાલ ઉઠાવી ગેરરીતિ કરનારાઓ સામે ફરિયાદ થઈ છે,જેમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
પીર સીરાજ વજીરઅલી કે જેઓ આ સંસ્થાના સભ્ય છે તેઓએ તપાસની માંગ કરી જવાબદારો સામે કેટલાક સવાલ ઉઠાવ્યા છે, તેમાં જણાવાયુ છે કે જે 24 ગુઠા જમીન સંસ્થાને મફત દાન માં મળ્યા હોવાનો ખુલાસો પૂર્વ પ્રમુખ સ્વ. જાફર ભાઈ હિંગોરા દ્વારા સંસ્થાના 50 વર્ષ ના એજ્યુકેશન એક્સલેન્સ અંક માં કરાયો છે તો પછી એજ જમીન ફરીથી રૂપિયા 45 લાખ માં સૈયદ અબ્દુલરસુલશા એ ખરીદવાનો ઠરાવ શા માટે કર્યો ? સંસ્થા પાસે એ જમીન ખરીદવા માટેનું ભંડોળ ક્યાંથી આવ્યુ?
દાન માં મળેલી જમીન ફરી પૈસા આપી ખરીદવાની શી જરૂર પડી ??
આમ,દાનમાં મળેલી જમીન ફરીથી ખરીદવાનો ઠરાવ વાળો મામલો ભારે વિવાદાસ્પદ બન્યો છે.
સોસાયટીના સભ્ય પીર સીરાજ વજીરઅલીએ સંસ્થાના શંકાસ્પદ વહીવટી મામલે કરેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું છે કે સોસાયટીની સામે ગેરવહીવટ મામલે વકફ બોર્ડ અને ટ્રીબ્યુનલ સમક્ષ પણ ફરિયાદ અરજીઓ કરવામાં આવી છે અને તપાસ કરવા માંગ થઈ છે, સદર સંસ્થા સોસાયટીના ૫૦ વર્ષના એજયુકેશનલ એકસલેન્સના અંક બાર પાડવામાં આવ્યા જે અંકમાં સંસ્થાની જમીનને લાગુ સર્વે નંબર ૭૬૨૨ વાળી જમીન નવીન વીરજી શામાં આ સર્વે નગરનો ઉતરાદો ભાગ માપણી કરતા સંસ્થાના દબાણમાં હોવાનુ જણાતા તેટલી એકર જેટલી જમીન પર પોતાનો હક જતો કરી સંસ્થાને મદદરૂપ થયેલી છે જેમાં નવીન વીરજી શાહ (સંગોઇ),નરેન્દ્ર વીશનજી ભાટીયા, નવીનભાઈને આપ્યા હતા તથા તેમના ભાગીદારો પાસેથી ચાર માસની અંદર કુલ્લે રકમ ચુકવવાની શરતે અને કરારનામો કરવાની સાથે વેચાણનો સોદો થયો હતો તેવું ઠરાવની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે.
2022 સૈયદ હાજી અબ્દુલ રસુલ હાજી હુશેનશા તથા અન્યોએ ટીચર ભરતીમાં કૌભાંડ કરી ટીચર ભરતીમાં મસ મોટી ૨કમો બારોબાર લઈ કરી ફરીયાદીને જાણ મુજબ ઉપર વાળી જમીનના સોદા પેટે અંદાજીત છવ્વીસ લાખ જેટલી રકમ સોદાના અવેજ પેટ આપેલી છે. આમ સંસ્થામાં ભંડોળ નથી અને જે જમીન સંસ્થાને નવીન વીરજી શાહ વાળા ૨૦થી અમને એમ અવેજ લીધા વગર આપેલી છે. જેના સાક્ષીઓમાં પ્રસિધ્ધ થયેલ તેમાં લખનાર તથા સંસ્થાના તમામ હોદેદારો સભ્યો અને તમામ એક વાંચન કરનાર સાથીઓ રહેલા છે આમ જે જમીન અવેજ વગેરે આપવામાં આવેલી હોવા છતા તેવી જમીનમાં પોતાના અંગત મતલબ અને હાલ જમીનોના ભાર વધતા બદમાનસ સાથે સંસ્થાના નામનો દુરઉપયોગ કરી તેવા રકમ આ વેચનારાનો જેમના નામ જાણાવેલો તેમની સાથે મીલીભગત કરી બારોબાર જમીનની મસમોટી અવેજની રકમ પોતાના ખીસ્સામાં સેરવાના ભાગરૂપ આવી ગુઠાબંધીમાં ષડયંત્ર સાથેની કાર્યવાહી કરેલી છે પરંતુ સંસ્થાના હાજી અબ્દુલ રસુલા હાજી હુશેનશાવાળાચ ચેરમેન તરીકેના હોદાને ૨દ કરતા તેમના નીતીવિષયક નીર્ણયો પણ રદ કરતાં તે રીતે કહેવાતો તા.૨૫/૩/૨૦૧૯ વાળો ઠરાવ પણ રદ બાર હોવા છતા તેવા ઠરાવના આધારે કરવામાં આવતી કાર્યવાહીઓ ઉપરથી સ્પષ્ટપણે હકીકત સામે આવે છે, 3 આવા ઠરાવોને હાથથી બનાવી સંસ્થા તરફેણ કરવાની થી ફરજ અને જવાદારીઓમાં અંગત મતલબ અને સ્વાર્થ ખાતર સંસ્થાના નામે રદ થયેલા હોવાને આધીન કાર્યવાહી કરવામાં આવી રહી છે જેની પાછળનો મલીન ઈરાદો માત્રને માત્ર પોતાના ખીસ્સા સંસ્થાના નામથી ભરવાનું છે
.આમ તે રીતે સૈયદ રસુલ હાજી હુશેનશા તથા અન્યો વાળાઓ તેમની મદદગારીમાં રહેલા છે તેઓ પોતાનુ બદમાનસ સાથેનું કૃત્યને બદઈરાદાને અંજામ આપવા માટે કરીને વકફ ઈ સમક્ષ અરજ કરેલ જેના અનુસંધાને વક્ત બોર્ડતરફથી જાહેર નોટીસ કચ્છમિત્ર દૈનીક વર્તમાનપત્રમાં પણ પ્રસિધ્ધી તા.૧૦/૧૨ ૨૦૨૫ ના રોજ થતા તેની સામે વાંધો પણ નોંધાવ્યો હતો આમ આ સૈયદ હાજી અબ્દુલ રસુલશા હાજી હુસેન્શા તથા અન્ય વાળાઓ તથા તા.૨૧/૭/૨૦૧૯ ના સંસ્થાના કરાવમાં સહી કરનારાઓ ગેરબંધારણીય રીતે અને ગેરકાયદેસર રીતે પોતના અંગત સ્વાર્થ અને મતલબ ખાતર કરીને સંસ્થાની મસમોટી રકમ ચાઉં કરવા ઉચાપત કરવાના ઈરાદા સાથેનુ છેતરપીડી કરવાનું કૃત્ય આચરેલ છે. જેવા કૃત્ય સામે તા. 21/9/2019 વાળા ઠરાવ પસાર કરનાર તથા વેચનારાઓ સામે ધોરણસરની કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે.