આજકાલ ગઠિયા ચાલાકી કરીને ફેક કોલ કરી બેન્ક,ઓનલાઇન ખરીદી કે તેને લગતા કોઈ ને કોઈ કોલ કરી તમારા ઓટીપી મેળવીને મોટી રકમ ખંખેરી લેતા હોવાના બનાવો વધી ગયા છે ત્યારે કોઈ ના બેન્ક કે પેટીએમ અપડેટ ના ફોન આવે તો એલર્ટ થઈ જજો નહીતો તમારા પૈસા ઉંચકાઈ જઇ શકે છે. આ માટે જુદાજુદા બનાવો અહીં પ્રસ્તુત છે.
આવાજ પ્રકાર ના અમદાવાદ ના સરદારનગરના બે લોકો સાથે 1.72 લાખની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આશારામ પાર્કમાં રહેતા પ્રહલાદ ગુરનાણી પર 25 મેએ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. તેણે કેવાયસી અપડેટ નહિ કરાવો તો એકાઉન્ટ બ્લોક થઈ જશે તેવું કહી ફોનમાં ક્વિક સપોર્ટ નામની એપ ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ તેણે પ્રહલાદભાઈના 2 ક્રેડિટ કાર્ડમાંથી 99 હજારની અલગ અલગ ઓનલાઇન ખરીદી કરી લીધી હતી.
આ જ મુજબ અન્ય બનાવ માં કોઈ ગઠિયા એ ખોખરાના ઉત્તમ મકવાણાને પેટીએમ કેવાયસી એપડેટનું કહી 8 ટ્રાન્ઝેક્શનથી 87,687 ઉપાડી લીધા હતા. જ્યારે દરિયાપુરના ઇસ્માઇલ શેખને પણ અજાણ્યા લોકોએ પેટીએમ કેવાયસી એપડેટના બહાને 23,845 ઠગી લીધા હતા.
આ સિવાય સરદારનગરના સિલ્વર પોઇન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા તુલસીભાઈ નથ્થુમલ પર અમિત શર્મા નામની વ્યક્તિએ ફોન કર્યો હતો. આ વ્યક્તિએ મુંબઈ એસબીઆઈ મેઇન બ્રાન્ચમાંથી બોલતો હોવાનું કહી તુલસીભાઈને ક્રેડિટ કાર્ડનો પિન મોકલવાના નામે બે વખત ઓટીપી મેળવી બે અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી 73 હજાર મેળવી લીધા હતા. આ અંગે તુલસીભાઈએ એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આમ આ બધા બનાવો આપને સાવધાન થઈ જવાનું સૂચવે છે એવા કોઈ કોલ આવે તો પોલીસ ને જાણ કરો અને ફોન કરનાર ગઠિયા ને પણ જણાવો કે પોલીસ ને જાણ કરી છે તે વેરીફાય કરે પછી આગળ વધીએ તો ગઠિયો બીજી વાર હેરાન નહિ કરે.
