ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા ના સમાચાર વાયુવેગે પ્રસરી જતા અનેક નેતાઓ,સાધુ સમાજ,લાખ્ખો ભક્તો માં ગમગની પ્રસરી ગઈ છે સદગત બાપુ એ અનેક સેવાકીય કામો, વ્યસન મુક્તિ અભિયાન,મફત શિક્ષણ, મફત આયુર્વેદિક દવા વગરે ખુબજ નોંધનીય રહ્યા છે,ભેખધારી જીવન અને સમાજ સુધારણા માટે જીવન અર્પણ કરનાર બાપુ નું ખુબજ માન હતું.
મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ
સવારે 8:30થી 9:30 એટલે કે એક કલાક સુધી અનેક ભક્તો એ અમદાવાદમાં સરખેજના ભારતી આશ્રમમાં તેમના અંતિમ દર્શન કર્યા હતા ત્યારબાદ તેમના નશ્વરદેહને જુનાગઢના ભારતી આશ્રમ ખાતે લઈ જવાયા છે. જ્યાં તેમને સમાધિ આપવામાં આવશે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગુજરાત ના સીએમ રૂપાણી,અમિત શાહ, શંકરસિંહ વાઘેલા વગરે એ ટ્વીટ કરી ભારતીબાપુને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી બાપુ ને શ્રદ્ધાંજલિ અર્પિ હતી.