મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ છે તેવે સમયે શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાની હેઠળ 11 જેટલાઅસંતુષ્ટ જેટલા ધારાસભ્યો સુરતની ડુમ્મસ ખાતે આવેલી મેરિડિયન હોટલનમાં હોવાની વાત સામે આવી રહી છે.
આ બધા વચ્ચે ખાસ વાત તો એ છેકે આજે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા વિશ્વ યોગ દિવસના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવતા તેની પાછળ શિવસેના નારાજ ધારાસભ્યો સાથે વાટાઘાટો હોવાનું માનવામાં આવી રહ્યું છે,પાટીલ પોતે મરાઠી છે અને તેઓ મુંબઈના શિવસેનાના ધારાસભ્યોથી પરિચિત પણ છે. દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા આ ગુપ્ત રાહે નારાજ શિવસેનાના ધારાસભ્યોને પોતાના તરફેણમાં લાવવા માટેનો તત્ખો ગોઠવાઈ રહયાની વાતો ચર્ચામાં છે.
આજે તેઓ ભાજપ સાથે મળીને કોઈ મોટી જાહેરાત કરી શકે એવી પણ શક્યતા નકારી શકાય એમ નથી. મોટી રાજકીય હિલચાલને કારણે સી.આર.પાટીલ દ્વારા ગઈકાલે જ વિશ્વ યોગા દિવસના કાર્યક્રમમાં જવાનું રદ કર્યાનો મેસેજ મીડિયામાં આપી દેવાયો હતો. આ રાજકીય ઊથલપાથલને કારણે તેઓ અહીં વ્યસ્ત હોવાને કારણે યોગ દિવસમાં હાજરી આપી ન શક્યા હોય એવું પ્રબળપણે શક્યતા વચ્ચે જો આ નારાજ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશેતો મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટા ફેરફાર આવી શકે છે આ રાજકીય ગતિવિધિને લઈ સુરત ઉપર સૌની નજર ટકેલી છે.
