સરકારે સરિતા ગાયકવાડ ને DYSP નિમણૂક કરતા જ્યાં હોય ત્યાં આજ ચર્ચા થઈ રહી છે.
એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી એથ્લિટ સરિતા ગાયકવાડને ગુજરાત સરકારે ડીવાયએસપી તરીકે નિમણૂક આપી છે. આ અગાઉ શૂટર લજ્જા ગોસ્વામીને પણ ગુજરાત સરકારે પોલીસમાં નોકરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાહેરાત કરી હતી. આ સાથે સરિતા રમત પર પૂરતું ધ્યાન આપી શકશે અને ગુજરાત પોલીસના જવાનોને એથ્લિટિક્સની તાલીમ આપશે. ગાયકવાડને કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે રજા પણ મળશે. તેમને દર મહિને 56,100 રૂપિયાનો પગાર મળશે.થોડા સમય પહેલા સરિતાનો એક ફોટો ખૂબ ચર્ચામાં આવ્યો હતો જેમાં તે માથે બેડું ઊંચકીને પીવાનું પાણી એક કિલોમીટર દૂર આવેલા કૂવામાંથી ચાલીને લાવતાં હતાં. ગુજરાત સરકારે આ બાબતની પણ નોંધ લઇને ત્વરિત સરિતાને આ નોકરી આપવાનો નિર્ણય લીધો હતો તેમ સરકારી સૂત્રો જણાવે છે.
એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો
ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.