અમદાવાદ ના બાપુનગર વિસ્તાર માં બનેલી સમાજ ને લાંછનરૂપ ઘટના માં એક પરિણિતા ને મામા સસરા સાથે પ્રેમ થઈ જતા તે પોતાના પતિને છોડીને પ્રેમી મામા સસરા પાસે દોડી જતા હવસ નો જ સંબંધ રાખનાર મામા સસરા એ પોતાની પ્રેમિકા ભાણેજ વહુ ને સ્વીકારવાનો ઇન્કાર કરતા પ્રેમિકા બન્ને બાજુ થી લટકી પડી હતી.
પ્રેમી અને પતિ બન્નેએ છોડી દેતા તેણે 181 મહિલાને હેલ્પલાઇનની મદદ માંગી હતી.
મામાજી સસરા સાથે લગ્ન કરવા પતિને છૂટાછેડા આપનાર પરિણિતા સાથે સંબંધ રાખવાનો મામાજી સસરાએ ઇન્કાર કરતાં હવે આ મહિલા ઘરવિહોણી બની ગઈ છે.
5 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર આ મહિલા ને બે વર્ષથી પોતાના મામાજી સસરા સાથે પ્રેમસંબંધ હતો. બન્ને અગાઉ બે વખત ભાગી પણ ગયા હતા જોકે બન્ને વખત તેના પતિએ મહિલા ને માફ કરીને સ્વીકારી લીધી હતી. પરંતુ આ મહિલા મામા સસરાના પ્રેમ માં અંધ બની હતી અને તેના 4 વર્ષના બાળકની કસ્ટડી લઇને પોતાના પતિને છૂટાછેડા આપી દીધા હતા અને પતિનું ઘર છોડીને સીધા જ પોતાના મન ના માણીગર એવા મામા સસરા એવા પ્રેમી નાં ઘરે દોડી ગઇ હતી જ્યાં પ્રેમી મામા સસરા એ આ મહિલા ને સ્વીકારવાની ના પાડી દીધી હતી અને તેના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા.જેના ભરોસે પતિને છૂટાછેડા આપ્યા હતા તે વ્યક્તિએ પણ તેને દગો આપ્યો હોવાનો અહેસાસ થતા આ મહિલા ની હાલત અત્યંત કફોડી બનતા તેણે 181 હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માગી હતી.
જોકે મામા સસરાએ બે દીકરી હોવાથી ભાણેજ વહુને સ્વીકારવાની ના પાડી હતી તેઓ તો માત્ર સેક્સ માટે ટાઈમ પાસ કરતા હોવાનું બહાર આવ્યુ હતુ.
ભાણેજ વહુ સાથે અનૈતિક સંબંધ રાખનાર મામા સસરા સાથે 181 હેલ્પલાઇનના કાઉન્સિલરે વાત કરતા તેણે પોતાને બે દીકરીઓ હોવાથી લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે પતિને સમજાવવા પ્રયત્નો કરતા તેણે પણ પત્નીને રાખવા ઇન્કાર કરી દીધો છે. આમ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પવિત્ર સબંધો ની મર્યાદા, પરિવાર , સમાજ ની પરંપરા નું ભાન ભૂલનાર ના આ રીતે ઘર તૂટતા હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
