સરકાર સામે બાંયો ચડાવનાર માલધારી સમાજ આજે દૂધ વિતરણ કરશે નહિ અને કરવા દેશે નહિ,આજે ૨૧મીએ દૂધ હડતાળનું એલાનને લઇ કેટલાયની સવારની ચા બગડવાના ચાન્સ છે.
રાજ્યમાં માલધારી સમાજ દ્વારા સરકાર સામે આંદોલનના ભાગરૂપે ગાંધીનગરના શેરથામાં રવિવારે યોજાયેલા માલધારી સંમેલનમાં 21મી સપ્ટેમ્બરે દૂધ હડતાળ જાહેર કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં માલધારીઓ ડેરીઓમાં તેમજ ઘરે ઘરે દૂધ આપવા નહીં જવાનુ નક્કી કરતા આજે ૨૧મી એ બુધવારે દૂધ માટે લોકો પરેશાન થશે.
જોકે, ગઈકાલે મંગળવારથીજ લોકોએ જરૂર મુજબ દૂધનો સ્ટોક કરી લીધો છે તેવો ને વાંધો નહિ આવે પણ જેને ખબર નથી તેવા અનેક લોકો દૂધ વગર અટવાશે.
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં ખાસ અસર થશે,બાકી નાના ટાઉન લેવલે દૂધ મળી રહેશે તેમ વિક્રેતાઓ નું માનવું છે.
અમદાવાદમાં સાંજે જ દૂધનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. કેટલાક દૂધ વિક્રેતા સ્વૈચ્છિક દૂધનું વેચાણ ન કરવાનું પણ જણાવી રહ્યા છે. ત્યારે અમૂલ પાર્લર પર દૂધ મળી ગયું હોવાનું કેટલાક લોકો જણાવી રહ્યા છે. સુરતમાં દૂધનો સ્ટોક ખૂટી પડ્યો હતો અને સુમુલ ડેરીના દૂધવાહનોને માલધારીઓએ રોકી દીધા હતા. રાજકોટમાં ડેરીઓ એડવાન્સમાં દૂધ મંગાવ્યું પણ એ પણ ખલ્લાસ થઈ ગયું હતું. રાજકોટ ડેરીએ દૂધની સપ્લાયને પહોંચી વળવા સપ્લાયની વ્યવસ્થા ગોઠવી દીધી છે.
બીજી તરફ ચાની કીટલી ધરાવતા લોકોને પણ દૂધનો ઉપયોગ નહિ કરવા જણાવતા આવતી કાલે ચા બનાવતા કેટલીક દુકાનો માં ચા મળવાના ચાન્સ ઓછા હોવાનું સંબંધિતો જણાવી રહ્યા છે.