રાજ્ય માં કોરોના વકર્યો છે ત્યારે માસ્ક પહેરવા માટે ફરજીયાત
બનાવાયું છે તેવે સમયે મીડિયા દ્વારા ચુંટણીઓ વખતે નેતાઓ કેમ માસ્ક નું 100 ટકા પાલન નહોતું કરતા તે અંગેના જવાબ માં MLA ગોવિંદ પટેલે કહ્યું કે મહેનત કરનારા ને કોરોના ના થાય, કોરોના માં માસ્ક મામલે હવે ભાજપના MLA ગોવિંદ પટેલનું આ નિવેદન સામે આવી રહ્યું છે તેઓ એ માસ્ક બાબતે મીડિયા એ કરેલાસવાલ ના જવાબ માં નેતાજી ગોવિંદ પટેલે કહ્યું કે ચૂંટણીમા માં ભાજપ ના કાર્યકરો એ મહેનત-કાળી મજૂરી કરી છે તેથી મહેનત કરનારને કોરોના નથી થતો. તેઓ ના મતે ચૂંટણીઓ માં BJP નેતા-કાર્યકર્તાઓએ મજૂરી કરી હતી. BJPના નેતાઓએ કાળી મજૂરી કરી હોવાથી સંક્રમિત નથી થયા.
જોકે,માસ્ક નું પાલન જનતા ભૂલ થી ન કરે તો પણ 1000 રૂપિયા ભરવાની ફરજ પડાઈ રહી છે ત્યારે નેતાઓ ને પોલીસ દંડ કરતા વિચાર કરે છે આમ આ બેવડી નીતિ સામે લોકો માં સવાલો ઉઠ્યા છે ખરેખર બધા માટે એકજ કાયદા નો અમલ થાય તેવું જનતા ઇચ્છે છે.
હાલ કોરોના નું સંક્રમણ અટકાવવા માટે તમામે એક થવું જોઈએ અને દંડ ની રકમ માં પણ રાહત આપવી જોઈએ 1000 દંડ એ એક સામાન્ય વ્યક્તિ રોજ ના કમાઇ શકતો પણ નથી ત્યારે બેવડી નીતિ મુદ્દે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે
રાજકોટ જિલ્લામાં વધતા કોરોનાના સંક્ર્મણને પગલે આજે કલેક્ટર કચેરી ખાતે નોડલ અધિકારી રાહુલ ગુપ્તા દ્વારા એક્શન પ્લાનને લઈને ખાસ મિટિંગ બોલાવવામાં આવી હતી. એ સમયે રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલને મીડિયા દ્વારા ચૂંટણી સમયે તમારા નેતાઓ અને કાર્યકર્તાઓની માસ્ક અંગેની બેદરકારી વિશે સવાલ પૂછતાં જવાબમાં ગોવિંદ પટેલે કહ્યું કે, કોરોના કાળી મજૂરી કરનારાઓને નથી થતો, ચૂંટણીમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ મજૂરી કરી હતી. જેના કારણે એક પણ નેતા કે કાર્યકર્તા કોરોના સંક્રમિત થયા નથી ત્યારે સવાલ એ થાય કે જો સત્તાધારી પક્ષના નેતાઓ જ આ પ્રકારે વાત કરતા હોય તો શું સામાન્ય પ્રજા કાળી મજૂરી નથી કરતી ? શું પ્રજા માટે જ કોરોનાની ગાઈડલાઇન્સ નિર્મિત થઈ છે, આવા પ્રશ્નો ગોવિંદ પટેલના જવાબ પરથી લોકોમાં ઉઠી રહયા છે.