આદિવાસીઓ ને કોરોના ન થાય તે પ્રકાર ની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની કોમેન્ટ થી આદિવાસીઓ માં નારાજગી પ્રસરી છે,હાલ ગુજરાત માં કોરોના સ્પ્રેડ થઈ રહયો છે ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે સ્ટેડીયમમાં ક્રિકેટ મેચના કારણે કોરોના વધુ વકર્યો હોવાની વાત કરતા જ નીતિન પટેલ ઉશ્કેરાયા હતા અને કહ્યું હતું કે એકપણ આદિવાસી મેચ જોવા આવ્યો હોય અને સંક્રમિત થયો હોય એવું હોય તો મેચની ટિકિટ બતાવો. નીતિન પટેલના નિવેદનથી કોંગી ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. અને આદિવાસી ધારાસભ્યોએ વોકઆઉટ કર્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે સ્ટેડિયમમાં 70 હજાર લોકોને ભેગા કરો છો ને પછી આવા નિવેદન કરો છો તો શરમ આવવી જોઇએ.
કોંગ્રેસના શૈલેષ પરમારે કહ્યું કે આદિવાસીનું અપમાન છે. પ્રતાપ દૂધાતે કહ્યું કે સ્ટેડીયમમાં 70 હજાર લોકો ભેગા થાય તો કોરોના ન ફેલાય પણ નાના માણસો ધંધો- રોજગાર કરે તો કોરોના આવી જાય!
આમ આદિવાસીઓ માટે આ પ્રકાર ના નિવેદન થી નારાજગી જોવા મળી હતી.