રાજ્ય માં કોરોના નો કેર વર્તાઇ રહ્યો છે ત્યારે અમદાવાદ મેડિકલના વિદ્યાર્થીઓ ઉપર પ્રેશર લાવી ફરજિયાત કોવિડની કામગીરી કરાવવા સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ) વિરોધ કરતા હવે આવા વિદ્યાર્થીઓ માં થોડી હિંમત આવી છે અને હવે સરકારના પરિપત્રને આધારે મેડિકલ વિધાર્થીઓને કોિવડની જવાબદારીમાંથી મુક્ત રાખવાની મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને માંગણી કરી છે.
આઇએમએના પ્રેસિડેન્ટ ડો. ચંદ્રેશ જરદોશ અને સેક્રેટરી ડો. કમલેશ સૈની ના જણાવ્યા મુજબ, મેડિકલ વિદ્યાર્થીઓ પાસે કોઇપણ કાર્ય ન કરાવવા સરકારે આદેશ આપ્યો હોવા છતાં હાલમાં કેટલીક મેડિકલ કોલેજો મેડિકલ વિદ્યાર્થીઓને ડરાવી ને ધાકધમકી આપી તેઓ પાસે ફરજિયાત કોવિડ-19ની નું કાર્ય કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. છેલ્લા કેટલાય સમય થી આ મુદ્દો ભારે ચર્ચા નો વિષય બન્યો હતો અને ભાવિ ડોકટરો સામે જોખમ વધ્યું હતું જે વાત ધ્યાને આવતા આખરે વિદ્યાર્થીઓ ની ફેવર માં રજુઆત થતા આવા વિદ્યાર્થીઓ માં ન્યાય મળવાની આશા બંધાઈ છે.
