આજે કેન્દ્રની મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યુ છે. મંત્રીમંડળના આ વિસ્તણમાં 43 નવા સાંસદનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના 5 સાંસદોને પણ સ્થાન આપવામાં આવ્યુ છે. મંત્રીમંડળ માટે પસંદ કરાયેલા તમામ 43 નવા સભ્યોએ આજે રાષ્ટ્રપતિ સમક્ષ શપથ લીધા હતા.
ઉપરાંત મંત્રીમંડળના વિસ્તરણ સાથે તમામ નવા કેબિનેટ મંત્રીઓને તેમના વિવિધ વિભાગો અને ખાતાઓની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગુજરાતમાંથી પાંચ સાંસદોને સ્થાન મળ્યુ છે. જેમા પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાને માંડવિયાને પ્રમોશન મળ્યુ છે. સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ કર્યા આ સાથે સુરતના સાંસદ દર્શના જરદોષ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને મંત્રી મંડળમાં સ્થાન મળવાનું છે. આ વખતે મોદી સરકારના પ્રધાન મંડળમાં ગુજરાતમાંથી મહેન્દ્ર મુંજપરા, દેવુસિંહ ચૌહાણ અને દર્શના જરદોષ નવા પ્રધાન બન્યા છે.
- અમિત શાહ – વર્તમાન મંત્રાલયો સાથે કો-આેપરેશન – સહકારિતા વિભાગ (વધારાનો કાર્યભાર)
- મનસુખ માંડવિયા – કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી
- પુરુષોત્તમ રુપાલા – ડેરી અને મત્સય વિભાગ
- દર્શના જરદોષ – ટેક્સટાઇલ અને રેલવે મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી
- દેવસિંહ ચૌહાણ – સૂચના મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી
- મહેન્દ્ર મુંજપરા – મહિલા અને બાળ વિકાસના રાજ્યમંત્રી
- ગૃહમંત્રી અમિત શાહ સંભાળશે મિનિસ્ટ્રી ઑફ કૉ-ઓપરેશનનો વધારાનો પ્રભાર