સુરત માં પોતાના હાથ નીચે કામ કરતા હોમગાર્ડ જવાન સાથે દોસ્તી કરી તેના ઘરે જવાના સંબંધો વિકસાવી હોમગાર્ડ જવાન ની પુણા વિસ્તારમાં રહેતી 17 વર્ષિય તરુણી ને લઈ પિતા ની ઉંમર નો 40 વર્ષ નો કમાન્ડર ભાગી જતા પોલીસે ભારે દોડધામ કરી કમાન્ડર ને પકડી તો પાડ્યા પણ ત્યાં સુધી માં કમાન્ડર પોતાની હવસ ને અંજામ આપી ચુક્યા હતા. તરુણી ના પિતાએ પુણા પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રી ગૂમ થવા અંગે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાંપોલીસે મોબાઈલ ફોનના આધારે તપાસ કરતા તરુણી નું લોકેશન નર્મદા જિલ્લાનું મોટીનાલ ગામ આવ્યું હતું.
પોલીસની એક ટીમ મોટીનાલ ગામ જઈને ત્યાંથી તરુણી નો કબજો લીધો હતો. પોલીસે આરોપી રાજેશકુમાર મનુ વસાવા (40 વર્ષ. રહે. દોધનવાડી ગામ, સાગબારા, જિલ્લા નર્મદા)ની અટકાયત કરી હતી. રાજેશ હોમ ગાર્ડમાં કંપની કમાન્ડરના હોદ્દા પર ફરજ બજાવતો હોવાનું ખુલ્યું છે અને તેણે પોતાના જ સાથી ના વિશ્વાસ નો ભંગ કર્યો હતો જેના ઘર માં ખાધું ત્યાંજ ખોદયુ હોવાનું સામે આવ્યું હતું.
તરુણી ના પિતા અને આરોપી રાજેશ 2001માં સાથે હોમગાર્ડ માં હતા ત્યારે આ છોકરી સાવ નાનકડી પોતાની પુત્રી જેવડી હતી બાદ રાજેશને કંપની કમાન્ડર તરીકે પ્રમોશન મળ્યું હતું. ત્યાર બાદ રાજેશ અવાર-નવાર મિત્ર ને મળવા ઘરે આવતો હોવાથી પરિવાર માં પરિચિત હતો હતી અને હવે પોતાના મિત્ર ની પુત્રી પણ નાની બાળકી માંથી સગીર ઉંમર ની થઈ જતા તેની નજર બગડી હતી અને વાતો માં ભોળવી રાજેશ પોતાના જ મિત્ર ની સગીર પુત્રી ને ભગાવી જઈ શરીર સબંધો બાંધતા તેની સામે અપહરણ અને બળાત્કારની કલમ ઉમેરાઈ હતી.
રાજેશ પહેલાંથી ગુનાઇત માનસિકતા ધરાવે છે. 2019માં તેના વિરુદ્ધ કડોદરા GIDC પોલીસમાં છેતરપિંડી-વિશ્વાસઘાત નો ગુનો નોંધાતા તેની ધરપકડ કરાઇ હતી.