રાજ્ય માં માંડ કોરોના થોડો કન્ટ્રોલ થતા લોકો ધીરેધીરે પોતાના કામ પર લાગ્યા હતા ત્યાંજ ફરી ચૂંટણીમાં રેલીઓ યોજી, 70 હજારથી વધુ દર્શકો સાથે સ્ટેડિયમ ભરી દેવાતા અમદાવાદ માં આ બંને કાર્યક્રમોમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્કના કાયદાનું પાલન થયું નહીં અને સરકાર મૂકપ્રેક્ષક બની રહી. કોરોનાના કેસ એકદમ જ વધવાનું શરૂ થતાં અધિકારીઓ હવે ‘સરકારનો આદેશ છે’ કહીને સાંજે કર્ફ્યૂ લાગુ થાય તે પહેલાં જ ખાણીપીણીની દુકાનો, કીટલી, ગલ્લા બંધ કરાવી રહ્યાં છે. જો કર્ફ્યૂમાં પણ રાત્રે 10.30 સુધી મેચ રમાડાતી હોય અને લોકો ને નવ વાગ્યા પહેલા જ માસ્ક પહેરી રાત્રે ચાલવા નીકળતા લોકોને કર્ફ્યૂના નામે ડરાવી કેમ દંડવામાં આવી રહ્યા છે તેવો લોકોમાં આક્રોશ છે.
જનતા નું જાણે કોઈ જગ્યા એ ઉપજતું જ નથી અને રાજકારણ તંત્ર જ એક તરફી નિર્ણયો લઈ જાણે બૂમ પડાવવાનું ચાલુ કરતા હવે લોકશાહી નહીં પણ તાનાશાહી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને જનતા પૈસે તકે સાફ થઈ ગઈ છે ઉપર થી તંત્ર દ્વારા જનતા ને જ ટાર્ગેટ કરાતા લોકો અસહાય ની લાગણી અનુભવી રહયા છે.
