રાજ્યમાં અમદાવાદ અને રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા વૃક્ષો તૂટી પડવાની અને વીજળી ગુલ થઈ જવાના બનાવો બન્યા છે
અમદાવાદમાં બોપલ, મેમનગર, નારણપુરા, આશ્રમ રોડ, એસ.જી હાઈવે, થલતેજ, નહેરુનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, વેજલપુર, પ્રહલાદનગર, ઘાટલોડિયા, પાલડી, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ, વિસલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ પડવાના અહેવાલ છે.
બોપલ-ઘુમા, સરખેજ, સનાથલ, બાકરોલ વિસ્તારમાં લાઈટો ગુલ થઈ ગઈ હતી. વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાય ગયા છે.
અમદાવાદમાં એક કલાકમાં જોધપુર, સેટેલાઈટ, બોપલ-ઘુમા, ઉસ્માનપુરા, વાડજ અને આશ્રમ રોડ પર એક ઇંચ વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદના પગલે 15થી વધુ વૃક્ષો જમીનદોસ્ત થયા છે.
અમદાવાદ ફાયરબ્રિગેડ વિભાગ દોડતો થઈ ગયો છે વસ્ત્રાપુર ફાટક પાસે એક મોટું ઝાડ ધરાશાયી થયું છે. ઉપરાંત બોડકદેવમાં પણ બે વૃક્ષો ધરાશાયી થયા છે.
જ્યારે રાજકોટમાં માત્ર એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ પડતા રસ્તાઓ જળબંબાકાર બન્યા હતા. અને અનેક જગ્યાએ ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. ભગવતીપરામાં કાચા મકાન પર વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. રાજકોટમાં મીની વાવાઝોડા જેવા માહોલના પગલે અનેક સ્થળોએ વૃક્ષો તથા વીજ પોલ ધરાશાયી થયા હતા. જેમાં 3 કાર, 1 રીક્ષા તથા 3 ટુ-વ્હીલરને નુકસાન થયા ના અહેવાલો છે.શિવધારા સોસાયટીમાં છત પરથી ભારે પવનને કારણે સોલાર પેનલ ઉડી ગઈ હતી
રાજકોટમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદના અહેવાલ છે.
વડોદરામાં પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને સમી સાંજે વરસાદી ઝાપટા પડવાનું શરૂ થયું છે ત્યારે મોદી રાત્રે વરસાદ પડવાની શક્યતા જણાઈ રહી છે.