રાજય સરકારે રાજકોટથી અમદાવાદ વચ્ચેનો રોડ ૬ માર્ગીય કરવા શરૂ કરેલ પ્રોજેકટ ગતિમાં છે. આવતા બે વર્ષમાં રોડની પહોળાઇ વધી જતા રાજકોટથી અમદાવાદ જવા-આવવાનું સરળ બનશે, સમયની બચત થશે અકસ્માતોનું પ્રમાણ ઘટશે. માર્ગમાં ૪૧ સ્થાનો પર ફલાય ઓવરબ્રીજ બનાવવામાં આવશે. કુવાડવા, ગુંદા, માલીયાસણ, શોખડા, મોલડી, ચોટીલા, ડોળિયા, અકિલા સાયલા, મૂળી, બગોદરા, બાવળા વગેરે સહિત ૪૧ સ્થાનો પર ફલાય ઓવર બ્રિજનું નિર્માણ થશે.
આ રસ્તો અમદાવાદ, બાવળા, ભાગલા, બગોદરા, કનિદૈ લાકિઅ લીંબડી, સાયલા, ડોળીયા, ચોટીલા, બામણબોર, કુવાડવા તથા રાજકોટ જેવા મુખ્ય શહેરોમાંથી પસાર થાય છે. આ છ માર્ગીયકરણની કામગીરીમાં કુલ ૪૧ ફલાયઓવર કનિદૈ લાકિઅ નવા બનાવવામાં આવશે તેમજ હયાત રેલ્વેઓવર બ્રીજ અને નદી પરનાં પુલોને છ માર્ગીય પહોળાઇના બનાવવામાં આવશે. કુલ લંબાઇ પૈકી ૧૦૧.ર૭ કિ.મી.લંબાઇમાં સર્વિસ રોડ બનાવવામાં આવશે. આ ઉપરાંત રસ્તામાં પ મી. પહોળાઇમાં મિડીયન બનાવવામાં આવશે જેમાં પ્લાન્ટેશન પણ કરવામાં આવશે તેમજ આ પ્લાન્ટેશન કનિદૈ લાકિઅ માટે જરૂરી પાણી ટપક સિંચાઇ યોજના દ્વારા પુરૂ પાડવામાં આવશે. આ રસ્તા પર કુલ ૪ સ્થળોએ ટોલ પ્લાઝાનું આયોજન છે અને આ ટોલ પ્લાઝા ઉપર એમ્બ્યુલન્સ કનિદૈ લાકિઅ અને ક્રેનની જોગવાઇ રહેશે તેમજ રસ્તા પર ર૪ કલાક પેટ્રોલીંગ વાહન મુસાફરીની મદદ માટે કાર્યરત રહેશે. આ રસ્તા પર ૪ સ્થળોએ વ્હીકલ રીસ્કયુ પોસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેથી અકસ્માત સમયે ઝડપી સહાય આપી શકાય. આ છ માર્ગીયકરણની કામગીરી પુર્ણ થવાથી આ રસ્તા પર સલામતી વધશે, મુસાફરીના સમયમાં ઘટાડો થશે. વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે. તેમજ સૌરાષ્ટ્ર ક્ષેત્રના આર્થિક વિકાસમાં પણ વધારો થશે.