ભાજપ શાસન માં હવે લોકશાહી ખતરા માં મુકાઈ ગઈ હોય તેવો માહોલ છે અને પોલીસ ની પણ દાદાગીરી વધી ગઈ હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે એક તરફ સરકાર જનતા ને કોરોના ની રાહત આપી શકી નથી અને ઉપર થી પેટ્રોલ અને ડીઝલ ના ભાવો વધારી દેતા જનતા ની સ્થિતિ કફોડી બની છે ત્યારે જનતા ને વિરોધ કરવાનો પણ અધિકાર નથી .સતત પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા અંગે વિરોધ કરી રહેલા રાજકોટ ના કૉંગ્રેસ ના આગેવાન ડો.રાજદીપ સિંહ જાડેજા ને પોલીસે ઘોડા ઉપર થી ઢસડી ને નીચે ખેંચી પોલીસ જીપ સાથે અથડાવી દીધા હતા અને પોલીસે તેંમની અટકાયત કરી અને બળજબરી પૂર્વક ગાળો આપી કોઈ આતંકવાદી હોય તે રીતે પોલીસે અંગ્રેજો જેવું વર્તન કરતા જનતા હેબતાઈ ગઈ છે એટલું જ નહીં પોલીસે મૂંગા જાનવર ઘોડા ને પણ છોડ્યો ન હતો અને ઘોડા ના મોઢા ઉપર પોલીસે જોરથી લાફા મારી બહાદુરી બતાવી હતી જેનાથી જીવદયા પ્રેમીઓ માં પણ ખુબજ રોષ જોવા મળ્યો હતો પોલીસ ની દાદાગીરી નો વિડીયો હાલ વાયરલ થયો છે તેમાં એસિપી રાઠોડ ઘોડા ને માર મારી રહ્યા છે અને સાથે ગાળો પણ બોલી રહ્યા છે અને રાજદીપસિંહ ને જ્યારે ગાળો આપવા માં આવી ત્યારે તેઓ એ એટલુંજ કીધું કે સાઈબ ગાળ નો બોલો જ્યારે વળતા જવાબ માં એસિપી રાઠોડ કહે છે કે ગાળો આપી જા શુ થઇ ગયું અને હજી ગાળો તો બોલાશે જ આવી અત્યન્ત ગુંડા જેવી હલકી ભાષા પ્રયોગ ને લઈ ઉપસ્થિત લોકો અને જનતા રીતસર ડઘાઈ ગઈ હતી બીજી તરફ ચર્ચાતી વિગતો મુજબ પી આઈ. વી કે ગઢવી, પી.એસ.આઇ જેબલિયા જેમનો આ વિસ્તાર પણ નથી આવતો છતાંય બળ જબરી કરવાના તેમના આઘાતજનક પગલાં ને લઈ ખાખી નો રોફ જોવા મળ્યો હતો. વિડીયો માં જોઈ શકાય છે કે ડો.રાજદીપ સિંહ ને પોલીસ વેન માં બેસાડે છેત્યારે તેઓનું શરીર બહાર હોવા છતાં જોરથી ગાડી નો દરવાજો બંધ કરી પોલીસે તાનાશાહી નું જાહેર માં પ્રદર્શન કરતા ગુજરાત ભરમાં ભારે ચકચાર મચી ગઇ છે.પોલીસ ના આવા જાહેર માં ભજવતા શીન જોઈને લોકો માં પોલીસ પ્રત્યે રોષ ની લાગણી જોવા મળી રહી છે આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
