ભાજપ માં પ્રદેશ પ્રમુખ બન્યા બાદ આર. પાટીલ દક્ષિણ ગુજરાત બાદ હવે કોરોના ની ઐસીતૈસી કરી ને સૌરાષ્ટ્ર ઘમરોળી રહ્યા છે ત્યારે તેઓ ના કોરોના ની ગાઈડ લાઇન ના ભંગ અંગે મિડીયા માં અહેવાલો આવી રહ્યા હોવા છતાં તેની પરવા કર્યા વગર તેઓ પોતાના અભિયાન માં મસ્ત છે ત્યારે સીઆર પાટીલ એટલા બધા ફોર્મ માં આવી ગયા કે તેઓએ સૌરાષ્ટ્રવાસી કાર્યકર્તાઓ ને કહી દીધું કે CM રૂપાણી અહીંના છે ટિકિટ મળી જશે તે વહેમ કાઢી નાંખજો. આ માટે કામ કરવું પડશે
સીઆર પાટીલ રાજકોટ પહોંચ્યા ત્યારે તેમનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને સાંસદ મોહન કુંડારીયા અને અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યા હતા ,આખો દિવસ રાજકોટમાં જ રોકાણ કરી સી.આર.પાટીલ ચોટિલાથી અમદાવાદ અને પછી સુરત જશે.
સી.આર.પાટીલે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે,‘CM અહીંના છે તો ટિકિટ મળશે એવું ના વિચારતા. આવો વહેમ પણ ન રાખતા. ટિકિટ જોઈતી હોય તો મજબૂત કામ કરવું પડશે.’ પાટીલે વધુમાં કાર્યકર્તાઓને કહ્યું કે તમામ ચૂંટણીમાં ભાજપનો વિજય થવો જોઈએ. એવું કામ કરજો. અહીં અનેક કાર્યક્રમો નું આયોજન કરાયું હતું.
