રાજ્ય માં વરસાદ થી નુકસાન ની વિગતો સામે આવી રહી છે અને રાજકોટ માર્કેટ યાર્ડ માં વરસાદ થી 1 લાખ મગફળી ની ગુણીઓ પાણીમાં પલળી, મધ્ય ગુજરાતમાં વડોદરા માં અવિરત વરસાદ થી નુકસાન ની ભીતિ સેવાઈ રહી છે.વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હેઠળ અમરેલી, રાજકોટ,ઉના તેમજ રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તોઆખી રાત અવિરત વરસાદ ચાલુ સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. બીજી તરફ, લાઠી શહેર તેમજ તાલુકામાં વાતાવરણમાં પલટો થતાં વહેલી સવારમાં જોરદાર વરસાદ પડ્યો હતો, સૌરાષ્ટ્રમાં માવઠાંથી ખેડૂતોને પડ્યા પર પાટા સમાન સ્થિતિ ઊભી થઈ છે. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં 1 લાખ ગૂણી મગફળી પાણીમાં પલળી જતાં લાખોનું નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા શહેર માં વરસાદ ચાલુ રહેતા વાતાવરણ ઠંડુંગાર થઈ ગયું છે. વડોદરા સહિત જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેતાં ખેડૂતો ચિંતા પ્રસરી છે અને અહીં કપાસ, મકાઈ, તુવેરના પાકમાં નુકસાન ની ભીતિ ઉભી થઇ છે અને ખેતરમાં ઉગાડેલાં શાકભાજી, ઘાસચારા માં નુકસાન ની શકયતા વ્યક્ત કરાઇ રહી છે.
