રાજ્યમાં રેતી અને માટી માફિયાઓ બેફામ બની ગયા છે અને તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહયા છે ત્યારે હવેતો જાહેર હાઇવે ઉપર પણ આવા દ્રશ્યો જોવા મળી રહયા છે તે ઘણું બધું કહી જાય છે.
ખેડા જિલ્લામાં ખાણ ખનિજ વિભાગની મિલીભગતને કારણે નદીઓમાંથી મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું છે અને વડોદરા-અમદાવાદ હાઇવે ઉપર ખેડા હદ વિસ્તારમાં આવતા વાત્રક નદીમાં ખુલ્લેઆમ રેતી ખનન થઇ રહ્યું હોવાના દ્રશ્યો જોવા મળી રહયા છે.
ધોળા દિવસે ખુલ્લેઆમ રેતી ખનન થઈ રહ્યું હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભૂમાફિયાઓ દ્વારા દિવસ-રાત નદીમાંથી રેતીનું ખનન કરવામાં આવે છે, તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી ભૂમાફીયાઓ દિનપ્રતિદિન વધુને વધુ બેખોફ બની ગયા હોવાનું સપાટી ઉપર આવી રહ્યુ છે.
નવાઇની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી જાણે તંત્ર અજાણ હોય તેમ જણાઇ રહ્યું છે.
વાત્રક નદીના પટમાંથી ભૂમાફીયાઓ દ્વારા દિવસ-રાત કુદરતી સંપદા ઉલેચવાનું ચાલુ છે.
ભુમાફીયાઓ પોતાના વાહનો નદીના પટમાં ઉતારી જેસીબીથી ટ્રકો-ડમ્પરો ભરી રહયા છે જેઓને રોકવા વાળું કોઈ નથી જે સત્યડે ના કેમેરામાં કેદ થઈ ગયું છે જેના ઉપરથી અનુમાન લગાવી શકાય કે તંત્રના સબંધિત અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગયા છે અને જાણે કે તેમને ખબર જ ન હોય તેવું જણાય રહ્યુ છે ત્યારે ઉપરી અધિકારીઓ શુ પગલાં ભરે છે તે જોવું રહ્યું.