રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ ચાર દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતના 24 તાલુકામાં 2 ઈંચથી લઈ 6 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
દરમિયાન આજે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.
આ 10 જિલ્લાઓમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે.
જ્યારે આવતીકાલે તા.29 જૂને પણ ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં આવતીકાલે તોફાની વરસાદ પડશે તેવી આગાહી છે.