રાજ્યમાં ગાયોમાં લમ્પી રોગ પ્રસર્યા બાદ હજારોની સંખ્યામાં ગાયોના મોત થયા બાદ હવે ઘેટાંમાં શિપ પોક્સ નામનો રોગ પ્રસરતા પશુપાલકોમાં ભારે ચિંતા પ્રસરી છે.
હાલ આ રોગના લક્ષણો સુરેન્દ્રનગરમાં જોવા મળ્યા છે અહીં 38 ઘેટામાં શિપ પોક્સના રોગમાં સપડાયા બાદ 38 પૈકી 18 ઘેટાનો ભોગ લેવાયો છે.
ઘેટામાં શિપ પોક્સનો રોગને કારણે 18 ઘેટાના ટપોટપ મોત થતા તંત્ર દોડતું થઈ ગયું ગતું અને તાત્કાલિક 2 હજાર 283 જેટલા ઘેટાનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
શીપપોક્સ વાયરસ એરોસોલ છે અને તે ચેપગ્રસ્ત ઘેટાંના સંપર્કમાં આવતા શીપ પોકસ ઘેટાંમાં લાળ, સ્ત્રાવ, મળ, દૂધ અથવા સ્કેબ દ્વારા પણ ફેલાઈ શકે છે.
આ રોગના પ્રારંભિક લક્ષણોમાં ઘેટાંને તાવ આવે છેઅને ચામડીના જખમ થૂથ, કાન અને ઊનથી મુક્ત ભાગો પર ઝડપથી આ રોગ ફેલાય છે. સ્થાનિક બળતરા અને સોજાને કારણે ત્વચા પરના જખમ ઝડપથી ઉભા થઈ જાય છે. આ તબક્કે, જખમમાં વાયરસ વધુ વેગે પ્રસરે છે.
આ તબક્કામાં ઘેટાંમાં નાસિકા પ્રદાહ, નેત્રસ્તર દાહ અને લસિકા ગાંઠોમાં સોજો આવી શકે છે, જે સામાન્ય કદ કરતાં આઠ ગણો વધારે છે. બ્લેફેરિટિસ પોપચા પરના પેપ્યુલ્સના પરિણામે થઈ શકે છે, મ્યુકોસા નેક્રોટિક બની જાય છે, અને મ્યુકોસ મેમ્બ્રેન પર અલ્સર સ્રાવ પેદા કરી શકે છે. લસિકા ગાંઠના સોજા અને ફેફસાના જખમના વિકાસને કારણે ઘેટું વધુ ઝડપથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે.
આમ,ઘેટામાં દેખાયેલા આ નવા રોગ ને લઈ પશુ પાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.