ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી બાદ વિજય રૂપાણી ભાજપના બીજા મુખ્યમંત્રી બન્યા હતા તેઓએ સત્તામાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા.
સંગઠનમાં સારી પકડ ધરાવતા વિજય ભાઈ મિલનસાર સ્વભાવ ધરાવતા હોય તેમનું ગ્રુપ મોટું છે એટલુંજ નહિ પણ પત્રકારો અને મીડિયા સાથે પણ તેમનું વર્તન ખુબજ સારું રહ્યું હતું અને તેઓ શુદ્ધ કાઠિયાવાડી ભાષા અને તેમની સાદગી અલગ તરી આવતી હતી.
જોકે, વિજય રૂપાણી જ્યારે હિન્દીમાં બોલવામાં આવે ત્યારે ઇન્ટરવ્યૂ ટાળતા હતા,તેઓ હિન્દીમાં બોલવાને લઈને પણ ક્યારેક ભૂલ થાયતો ચર્ચામાં રહેતા હતા.
હવે જ્યારે ભાજપે રૂપાણીને પંજાબ-ચંદીગઢના પ્રભારી બનાવ્યા છે. ત્યારે રૂપાણી પંજાબ-ચંદીગઢમાં ભાષાકીય તકલીફો ઉભી થવાની વાત વચ્ચે તેઓ કેવી રીતે વાત કરશે તેને લઈને પણ લોકોમાં ભારે ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ગઈ છે.
રૂપાણીની સંગઠનમાં પકડ સારી છે, પણ હવે તેમને ટિકિટથી દૂર રાખવા ભાજપ તેમને રાષ્ટ્રીય સ્તરે લઈ જઇ મોટો હોદ્દો આપ્યો હોવાનું રાજકીય સમીક્ષકો જણાવી રહયા છે.