રાજ્યના પૂર્વ IPSને બદનામ કરવાના પ્રકરણમાં બે પત્રકાર અને એક ભાજપના નેતાની ધરપકડ થતા ભારે સનસનાટી મચી ગઇ છે.
રાજ્યના પૂર્વ IPS અધિકારીને બદનામ કરવા માટે ખોટી એફિડેવિટ વાઈરલ કરનાર બે પત્રકાર અને ભાજપના નેતા સહિત પાંચ ઈસમોની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. IPS અધિકારી પાસેથી પૈસા પડાવવા માટે થઈને આખું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. પાંચ આરોપી પૈકી એક આરોપી નેતા મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક નેતા અને પત્રકારોએ મળી એક મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ખોટી એફિડેવિટ કરી હતી. ત્યારબાદ બે પત્રકારોએ પાંચ લાખ રૂપિયા લીધા હતા. જેમાં એફિડેવિટ વાઈરલ કરવાની અને એફિડેવિટ ન્યુઝ પેપરમાં છપાવવા માટે પૈસા લીધા હતા. મીડિયામાં આવી જાય પછી બ્લેકમેલ કરીને પૈસા પડાવવા કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
ગુજરાતના ટોચના આઇપીએસ અધિકારીને બદનામ કરવા રૂ. 8 કરોડનો તોડ કરવાની વાતો પણ વહેતી થઈ હતી પણ હજુ સમગ્ર પ્રકરણમાં તપાસ ચાલી રહી છે. ગાંધીનગરના બે પત્રકાર સહિત પાંચની ધરપકડ માં સુરતના એક બિલ્ડર અને ભાજપના એક આગેવાન નો પણ સમાવેશ થાય છે.