ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યમાં ધોરણ 1થી 8મા ગુજરાતી વિષય ભણાવવાનું ફરજિયાત કરવા બીલ પસાર કરશે.
ગુજરાતમાં બાળકો પોતાની માતૃભાષા પ્રત્યે સજાગ બને અને ગુજરાતી ભાષા પ્રત્યે લગાવ રહે તે માટે કોઈપણ બોર્ડની શાળા હશે તેને ધોરણ 1થી 8મા ગુજરાતી વિષય ભણાવવું ફરજિયાત રહેશે.
જો આવું કરવામાં જે શાળા નિષ્ફળ રહેશે તો જે તે શાળા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
જેમાં પ્રથમ વખત સામાન્ય દંડ બીજી વખત નોટિસ સાથે દંડ અને ત્રીજી વખત વ્યાજ સાથે દંડ વસૂલવાની કાર્યવાહી કરવા જેવા પગલાં ભરવા તખ્તો ગોઠવી કાઢવામાં આવ્યો છે.
કેબિનેટની બેઠકમાં ગુજરાતની તમામ શાળાઓમાં હવે ધોરણ 1થી 8મા ગુજરાતી વિષય ફરજિયાત કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે રાજ્ય સરકાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આગામી તા. 28 ફેબ્રુઆરીએ આ બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ થાય તેવી શકયતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંગ્રેજીના આંધળા અનુકરણને લઈ લાંબાગાળે ગુજરાતી ભાષાની અસ્મિતા સંપૂર્ણપણે નાબૂદ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે જે અંગે બાળકો પોતાની ભાષામાં લખતા-વાંચવા અને બોલતા રહેતો જ તેનું ભવિષ્યની પેઢીમાં અસ્તિત્વ રહેશે તે વાત ઉપર ભાર મૂકી દરેક શાળામાં ગુજરાતી ભણાવવું ફરજીયાત થઈ જશે.