રાજ્યમાં નેતાઓ વારંવાર એવા નિવેદન કરી બેસે છે કે જેનાથી વિવાદ ઉભો થાય છે આવા સંજોગોમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામ ખાતે આવેલા નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે હિન્દુ સમાજ વિશે વિવાદિત નિવેદન આપતા વિવાદ ઉભો થયો છે તેઓએ હિંદુ સમાજ ઢોંગી નંબર ૧ કહેતા મામલો ગરમાયો છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા તે દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે લોકો મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને ચર્ચમાં જાય છે, એટલા માટે કે પુજા કરીશું તો ભગવાન ખુશ થશે.
પણ જો તમે પ્રાકૃતિક ખેતી કરવાની શરુ કરી દેશો તો ભગવાન આપો આપ પ્રસન્ન થઈ જશે.
રસાયણિક ખેતી તો પ્રાણીઓને મારવાનું જ્યારે પ્રાકૃતિક ખેતીથી પ્રાણીઓને જીવનદાન મળે છે.
મનુષ્ય ગૌ માતાની પૂજા કરે છે, માથે તિલક લગાવે છે પણ જો ગૌ માતા દૂધ આપતી બંધ થઈ જાય તો તેને છોડે મૂકે છે. જે ગૌ માતાનું દૂધ નથી પીતા કે ગૌ માતાને પાળતા પણ નથી એવા લોકો પણ સ્વાર્થ માટે ગૌ માતાની જય બોલાવે છે. એટલે જ કહું છું કે આ દુનિયાના અસંખ્ય પ્રાણીઓમાં મનુષ્ય સૌથી મોટો ઢોંગી, પાખંડી, બનાવટી અને દેખાવો કરનાર પ્રાણી છે, હિન્દુ સમાજ ઢોંગી નંબર ૧ છે. સ્વાર્થ માટે ગાય માતાજી કી જય હો માત્ર બોલે છે.
જોકે,તેઓનો કહેવાનો ભાવાર્થ એ હતો કે પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ બચાવવા માટે માત્ર વાતો કરવા કરતા તેનો અમલ કરવો જોઈએ જેનાથી જીવોની રક્ષા થઈ શકશે તેઓને જીવતદાન મળશે.