રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે,આજે સવારથી જ અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
ઘાટલોડિયા,ચાણક્યપુરી રોડ,સોલા વગરે વિસ્તારમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.
સુરત શહેરમાં પણ વરસાદ થયો છે.
સુરત શહેરના અનેક વિસ્તારમાં આજે સવારથી વરસાદ શરુ થયો છે. શહેરના વેસુ, પીપલોદ, ઉમરા, યુનિવર્સિટી રોડ, ડુમસ રોડ, ઉધના, પાંડેસરા, પાલ અડાજણ સહિતના વિસ્તારમાં વરસાદ વહેલી સવારથી વરસાદ પડયાના અહેવાલ છે.
રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ શરુ થયો છે. આજે સવારથી જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકામાં વરસાદ પડ્યો છે.
પૂર્વ કચ્છ બાદ પશ્ચિમ કચ્છમાં પણ વરસાદ શરુ થયો છે. માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયો છે. શેખાઈબાગ, પુનડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વાવ પંથકમાં વરસાદની શરૂઆત થઇ છે. વાવના લોદરાણી, રાધા નેસડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે
વલસાડ જિલ્લામાં ઉમરગામમાં સાત કલાકમાં 6 ઇંચથી વધારે વરસાદ ખાબકતા ઉમરગામના અનેક વિસ્તારોમાં રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા.
ભારે વરસાદને કારણે ઉમરગામના સ્ટેશન રોડ અને ગાંધીવાડી સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા.