રાજ્યમાં વલસાડ,નવસારી અને અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં વરસાદી માહોલ જામ્યો છે.
આજે સાવરકુંડલા તાલુકાનાં અનેક ગામોમાં વરસાદથી તરબોળ બન્યા છે. સાવરકુંડલાના વીજપડી ગામમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકાર જોવા મળ્યો છે. આ સિવાય હાડીડા, દાઢિયા સહિત આસપાસનાં ગામડાંમાં પણ સારો વરસાદ પડ્યો છે.
સમગ્ર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌથી વધુ વરસાદ સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડી રહ્યો છે.
આજે અમરેલી જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં પણ વરસાદ થયાના વાવડ છે.
સોરઠના વિસાવદર, ગીરગઢડા અને વેરાવળ પંથકમાં પણ વરસાદ પડયાના અહેવાલો છે. વિસાવદર અને ગીરગઢડા પંથકમાં બપોરના સમયે અડધો ઈંચ વરસાદ પડતા આ વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.