રાજ્યમાં ઈંટોના ભઠ્ઠાઓ ઉપર ઓછા ખર્ચે વધુ ઝડપથી ઈંટો પકવવા ઈન્ડસ્ટ્રીઝનો કેમિકલ વેસ્ટનો ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે ઇંટોના ભઠ્ઠામાં વપરાતા આ કેમિકલના ઉપયોગથી મોટાપાયે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેના લીધે નજીકમાં આવેલી માનવ વસાહતોમાં લોકોને આંખોમાં બળતરા, અસ્થમા, ચામડીના રોગો જેવા ગંભીર પ્રકારના રોગો થતાં હોવાની શક્યતા હોવાછતાં બેરોકટોક કેમિકલનો ઉપયોગ થઈ રહ્યો છે.
હાલમાં કોલસાના ભાવોમાં વધારો થયો હોય ઇંટના ભઠ્ઠાઓના માલિકો બિન્દાસ્ત રીતે જોખમી કેમિકલનો ઉપયોગ કરી જળ, જમીન અને વાયુનું પ્રદુષણ કરી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી મળી છે.
કહેવાય છે કે અગાઉ ઇંટના ભઠ્ઠાઓના માલિકો ઇંટ પકવવા માટે ભઠ્ઠાઓમાં લાકડા અને કોલસાનો ઉપયોગ કરતા હતા પરંતુ હાલના સમયમાં કોલસાના ભાવોમાં વધારો થયો હોય તેઓ સસ્તું ઈંધણ તરીકે જોખમી કેમિકલનો ઉપયોગ કરી રહ્યા છે. જેને પગલે કામદારોના સ્વાસ્થ્ય સાથે આસપાસના વાતાવરણને પણ પ્રદૂષણયુક્ત કરી રહ્યા છે. જોકે આ બાબતે સરકારી તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી નહીં કરાતા નજીકમાં આવેલી વસાહતો માટે જોખમી બન્યું છે.
કંપનીમાંથી વેસ્ટ કેમિકલનો જથ્થો ઈટોના ભઠ્ઠા ઉપર ઈટો પકવવા માટે થતો હોવાનું કહેવાય છે જે પર્યાવરણમાં વધુ માત્રામાં પ્રદૂષણ ફેલાવે છે
કંપનીમાંથી મોટા પ્રમાણમાં કેમિકલ વેસ્ટનો જથ્થો ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવાના બદલે ગેરકાયદેસર રીતે ઈટોના ભઠ્ઠા વાળા ને વળતર તરીકે સપ્લાય થતો હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.
ઈંટોના ઝડપભેેર ઉત્પાદન માટે કોલસાની બદલે રસ્તા ઝેરી કેમિકલનો ઉપયોગ કરી પયૉવરણને ગંભીર નુકસાન પહોંચાડતા કેટલાક ભઠ્ઠી માલિકો પ્રદુષણ વિભાગની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે ઈંટની ભઠ્ઠી ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાનું પણ કહેવાય છે.
જેમાં એન્વાયરમેન્ટ ક્લીયરીંગ વિના ગેરકાયદેસર રીતે ધમધમતી ઈંટની ભઠ્ઠીના માલિકોએ કન્સલટન્ટ ટુ એસાઈન્ટમેન્ટ, સી.સી.ટી.ઈ. કન્સોલેટર કન્સેટીવ ઓથોરાઈઝેશનના નિયમોનો પણ ભંગ કરી રહ્યા હોવાનું પણ કહેવાય છે.
રાતે ભઠ્ઠીમાંથી નીકળતા ધુમાડા અને ધૂળની રજકણોને કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર પણ જોખમ ઉભું રહેલા આવા ઈંટના ભથ્થાઓ સામે ડિપાર્ટમેન્ટ પ્રામાણિકપણે કામ કરે તોજ લોકોના આરોગ્ય સચવાશે બાકી લોકોના થતા રોગો માટે કોણ જવાબદાર? જેવો સવાલ હંમેશા ઉભોજ રહેશે.