રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વીય ગરમ સુકા પવનો ફૂંકાવાને પગલે અમદાવાદ સહિત 12 શહેરમાં ગરમીનો પારો 37થી 39 ડિગ્રી વચ્ચે રહેતા ફિલ્ડમાં ફરતા લોકો ઉનાળાનો અહેસાસ કરી રહયા છે.
રાજ્યમાં તડકો પડવાની શરૂઆત થતા શેરડીનો રસ,લીબુ શરબત,આઈસ ક્રીમ,ઠંડા પીણાંની માંગમાં વધારો થયો છે.
હજુ બે દિવસ ગરમી રહ્યા બાદ સામાન્ય ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લાં ત્રણ દિવસથી અમદાવાદમાં ગરમીનો પારો સામાન્ય કરતાં ક્રમશ 7 ડિગ્રી વધતા સાથે વહેલી સવાર ઠંડક અને બપોરના સમયે ગરમી એમ બેવડી ૠતુનો અનુભવ થઈ રહ્યો છે.
ઉત્તરથી ઉત્તર-પુર્વના પવનોની અસરથી સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતા સવારના 10.30 કલાકથી ગરમી શરૂ થઈ જાય છે જે બપોરના 12થી સાંજના 5.00 વાગ્યા સુધી લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે.