ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ સતત વધતા જઇ રહ્યા છે ત્યારે આજે નવા 787 કેસ નોંધાતા તંત્રમાં ભારે દોડધામ મચી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આજે તા. 19 જુલાઈ 2022 મંગળવારના રોજ રાજ્યમાં નવા 787 કોરોના કેસ નોંધાયા છે,રાજ્યભરમાં કોરોના વાયરસના જે કેસ નોંધાયા છે તેમાં
અમદાવાદમાં 308, સુરતમાં 57, મહેસાણા 55, વડોદરામાં 44, રાજકોટમાં 39, સુરત 28, ગાાંધીનગર કોર્પોરેશન 25, ભાવનગર કોર્પોરેશન 22, ભરૂચ 21, વડોદરા 21, જામનગર કોર્પોરેશન 19, ગાાંધીનગર 17, કચ્છ 16, પાટણ 16, રાજકોટ 14, વલસાડ 12, મોરબી 10, નવસારી 10, આણંદ 9, અમદાવાદ 7, અમરેલી 6, ખેડા 5, સુરેન્દ્રનગર 5, બનાસકાંઠા 4, અરવલ્લી 3, પોરબંદર 3, ભાવનગર 2, જામનગર 2, સાબરકાંઠા 2, તાપી 2, દાહોદ 1, જુનાગઢ કોર્પોરેશન 1, મહીસાગર 1 કેસ નોંધાયા છે,રાજ્યમાં ગઈકાલ કરતા આજે 200 કેસ વધુ નોંધાયા છે.
રાજ્યમાં હાલ 4896 એક્ટીવ કેસ છે જે પૈકી 05 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 4891 સ્ટેબલ છે.
આમ,કોરોના કેસમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે.