રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં ઉછાળો આવતા સરકારે પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
જેમાં અમદાવાદ, વડોદરા સહિતના મહાનગરોમાંથી લેવાયેલા સેમ્પલમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ મળ્યા હોવાનું જણાયું છે.
આગામી સપ્તાહમાં ટાસ્ક ફોર્સની બેઠકમાં ત્રણ સપ્તાહના તથ્યોના આધારે વધતા કેસોને કંટ્રોલમાં લાવવા પ્લાન ઘડાશે.
અમદાવાદ, સુરત અને વડોદરામાં સુએજના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરવા ગતિવિધિ શરૂ થઈ છે.
IITના અભ્યાસ અહેવાલમાં સુએજના સેમ્પલ કોરોનાના ફેલાવા અંગેની આગોતરી તાકીદ આપવા માટે સક્ષમ હોવાના તારણ બાદ ગાંધીનગરમાં પણ સુએઝના સેમ્પલ લેવાયાનું સબંધીતો જણાવી રહ્યા છે.
હાલમાં રોજ જેટલા કેસ નોંધાય છે. એ તમામનું જિનોમ સિક્વન્સિંગ થાય છે.
જેમાં મ્છ.2 અને મ્છ.2.38 એમ બે સબ વેરિઅન્ટ મળવાનું પણ શરૂ થયુ છે. જો કે, હાલમાં રિસર્ચ થઈ રહ્યું છે જેમાં તે કેટલો ઘાતક છે તે જાણી શકાશે.