ગુજરાતમાં કોરોના વકર્યો છે, રાજ્યમાં સતત ચોથા દિવસે છેલ્લા 24 કલાકમાં 2220 નવા કેસ ઉમેરાયા છે. જ્યારે 10 દર્દીના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદમાં 5, સુરતમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે મૃત્યુઆંક 4510એ પહોંચ્યો છે. જ્યારે સુરતમાં 644 અને અમદાવાદમાં 613 નવા કેસ નોંધાયા છે. તેમજ 1988 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
કોરોના ને કારણે ત્રણ અધિકારીના મોત થયા છે જેમાં ડાયરેકટર ઓફ એગ્રિકલ્ચર વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ક્લાસ-2 અધિકારી શ્વેતાબહેન મહેતાનું કોરોનાથી નિધન થયું છે. શ્વેતાબહેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો ઉપરાંત સચિવાલયના સેક્શન અધિકારી કિરીટ સક્સેના અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય વડા એચ.એલ.ધડુક નું પણ કોરોના થી મોત થયું છે.
રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. જેથી હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં તેમના વતી નાણાંમંત્રી નીતિન પટેલ જવાબ રજૂ કરશે. આ ઉપરાંત ગાંધીનગરના ન્યૂ સચિવાલયના બ્લોક 7માં 192 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 139ના રિપોર્ટ નેગેટિવ જ્યારે 53ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આમ સતત આગળ વધતા જઇ રહેલા કોરોના ને લઈ ટેંશન ઉભું થયુ છે.