રાજ્યમાં હવામાનને લઈને રાહતનાં સમાચાર સામે આવી રહયા છે, ગુજરાતમાં હવે કાતિલ ઠંડીથી રાહત મળવાની છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, બે દિવસ બાદ ઠંડીનું જોર ઘટશે.
વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો વધારો થશે. પવનની ગતિ ધીમી પડતા તાપમાન વધશે અને વેધર ડ્રાય રહેવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં વીતેલા દિવસો દરમ્યાન ઠંડા સુસવાટા મારતા પવનો ફૂંકાતા ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું હતું અને વાતાવરણમાં પલટો આવવા સાથે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પણ પડ્યો હતો પરિણામે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહ્યુ હતું જોકે,ત્યારબાદ બેવડી ઋતુનો અહેસાસ રહયા બાદ ફરી ઠંડી ઘટવાની આગાહી કરવામાં આવી છે.