રાજ્યમાં હાલ ઠંડી અને ગરમીનો મિક્સ માહોલ છે અને સવારે ઠંડી અને બપોરે ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ બધા વચ્ચે હવે ત્રીજી ઋતુ ચોમાસાનો માહોલ સર્જાવાની આગાહી થઈ છે મતલબ કે ત્રણ ઋતુનો એક સાથે અનુભવ થશે.
રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું કે, તારીખ 22-26 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં માવઠા થવાની શક્યતા છે.
રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થવા સાથે ત્રણ ઋતુનો અનુભવ થશે.
મહત્વનું છે કે ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના અંતમાં માવઠુ પડ્યુ હતું, ત્યારે ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી કરાઈ છે. 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અફઘાનિસ્તાન તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.
વાદળછાયા વાતાવરણના કારણે તાજેતરમાં પારો 3 ડિગ્રી જેટલો વધવા છતાં ઠંડીનો અહેસાસ થાય તેવી સંભાવના છે. 24 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. વર્તમાનમાં તાપમાન ઉંચુ રહેવાથી બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે હવે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી થઈ છે.