રાજ્યમાં ચૂંટણી નજીક આવે ત્યારેજ શરૂ થઈ જતા આંદોલનો ચૂંટણી બાદ અચાનક કેમ ગાયબ થઈ જાય છે તે વાતનો જવાબ જડતો નથી કેટલાક લોકો આ વાતને કોયડો જણાવી રહયા છે.
ગુજરાતમાં ભાજપ નહિ જીતી શકે અને આમ આદમી પાર્ટી બાજી મારશે તેવી વાતોએ જોર પકડયું હતું સાથેજ બીજી તરફ આંદોલનકારીઓ સરકારની બૂમ પડાવી રહયા હતા પણ વિધાનસભાની ચૂંટણી માં ભાજપે ઇતિહાસમાં સૌથી વધુ 156 સીટ મેળવીને સરકાર બનાવ્યા બાદ હવે નવાઈ ની વાત એ છે કે ચૂંટણી અગાઉ અનેક આંદોલનો થયા હતા જેઓ ગાયબ થઈ ગયા છે.
સરકાર બનવાને પણ એક માસનો સમય વીતી ગયો છે તેમ છતાં પેન્ડિગ મુદ્દાઓ છેડવા કર્મચારી યુનિયનના એક પણ નેતાઓ સામે આવતા નથી. આમ, સરકારી કર્મચારીઓમાં પણ સવાલ ઉઠ્યા છે કે શું ચૂંટણી હતી એટલે જ આંદોલનો થયા હતા? હવે ચૂંટણી પૂરી અને આંદોલન પણ પુરા.
આમ,ગુજરાતમાં અનેક આંદોલન વચેપણ સરકાર બનાવી અને તે પણ જોરદાર જીત સાથે સરકાર બનાવ્યા બાદ બધા વિચારતા થઈ ગયા કે જનતાને કોઈ પ્રોબ્લેમ નથી.