રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને ગતરોજ વડાપ્રધાન મોદીજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સમીક્ષા કર્યા બાદ સીએમ પટેલે વહીવટી વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આવતા આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ માટે કેટલાક મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને જ્યાં ભારે વરસાદ ની સ્થિતિ છે તેવા વિસ્તારમાં મંત્રીઓ જવા રવાના થયા છે.
ગુજરાતના ભરૂચ, તાપી, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુર, અમદાવાદ સહિતના જિલ્લામાં ભારે વરસાદને લઈ પુર જેવી સ્થિતિ ઉભી થઈ છે.
રાજ્યમાં ભારે વરસાદને લઈ સરકારે જેતે વિસ્તારમાં 24 મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓમાં પ્રભારી બનાવાયા છે અને પૂરઅસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં પ્રભારી જિલ્લામાં મંત્રીઓને સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરવાની સૂચના અપાઈ છે. જેને લઇને મંત્રીઓ રવાના થયા છે.
જે મંત્રીઓ નકી થયા છે તેમાં પૂર્ણશ મોદીને ભરૂચ અને નર્મદા , મુકેશ પટેલને તાપી, કનું દેસાઇને સુરત અને વલસાડ,નરેશ પટેલને ડાંગ,નિમિષાબેન સુથારને છોટાઉદેપુર,ઋષિકેશ પટેલને અમદાવાદ ની જવાબદારી સોંપવામાં આવી છે.