રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે,ઉત્તર ઓડિશામાં લો-પ્રેશર સક્રિય થવાના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોન્સૂન ટ્રફની સ્થિતિ ઉદ્દભવતા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી થઈ છે.
હવામાન વિભાગ દ્વારા પાંચથી સાત જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને આગાહી આપી છે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લો પ્રેશર બન્યું હોવાથી એની અસર ગુજરાત પર જોવા મળશે.
7 જુલાઈ અને 8 જુલાઈના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેશર બન્યું છે. આ લૉ પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. છઠ્ઠી જુલાઈથી આખા ગુજરાતના દરિયાકાંઠે દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે.