રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવવા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો અમદાવાદમાં પૂર્વ વિસ્તાર નિકોલ, નરોડા,વસીટીએમ, રામોલ, વસ્ત્રાલ,અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં 11 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
રાજ્યમાં આજે અમદાવાદ ,વડોદરા સહિત જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે.
અમદાવાદમાં શહેરમાં પાલડી, નિકોલ, નરોડા, ઓઢવ અને બાપુનગર, આંબાવાડી, SG હાઇવે, શિવરંજની ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.