રાજ્યમાં માવઠું થવા સાથે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનું પ્રમાણ ફરી વધવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે, હાલમાં દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં આગામી પાંચ દિવસ ફરી રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
સાઈક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ રાજ્યમાં પવન ફૂંકાવાને પગલે 2થી 3 ડીગ્રી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે.
હવામાન વિભાગ દ્વારા આગામી તા.25, 26 અને 27 એમ ત્રણ દિવસ તાપમાનનો પારો નીચે ગગડતા ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે.
સાથે સાથે અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી છે. તા. 23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની થવાની શકયતા છે, જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આમ,માવઠાની સાથે કાતિલ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.