બોટાદના રોજિદ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ સરકાર ચોંકી ઉઠી છે આ લઠ્ઠાકાંડમાં મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મિથાઈલ આલ્કોહોલના ઉપયોગની વાત સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે.
ગુજરાતમાં દારૂબંધી હોવાછતાં આટલા મોટાપાયે દારૂનું વેચાણની વાતે વિપક્ષ દ્વારા હંગામો મચતા દેશભરમાં ભાજપની ભારે ફજેતી થતા આખરે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની યોજાયેલી બેઠકમાં ડીજીપી આશિષ ભાટિયા, એડીજીપી નરસિમ્હા કોમર, નીરજા ગોટરૂ હાજર રહ્યાં હતા અને ચર્ચા કરવામાં આવી હતી
સીએમ ભૂપેન્દ્ર પટેલે આ ઘટનામાં સઘન તપાસના આદેશ આપ્યા છે અને લેવાયેલા એક્શનમાં બરવાળાના ASI આસમીબાનુની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી
એટીએસ દ્વારા કેમિકલ સપ્લાયથી માંડી લઠ્ઠો બનાવવા સુધી અને કયા કયા બુટલેગરોને આ લઠ્ઠો વેચવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને પણ લઠ્ઠાકાંડની તપાસ કરવાના આદેશ આપ્યા છે.
આજે રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે પણ રાજ્ય સરકારે આદેશ આપતા દારૂ ઉતારતાં તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.